Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં નગરપાલિકાના પાપે છવાયો અંધારપટ

મારુ ભરૂચ વિકાસશીલ ભરૂચ મારું ભરૂચ અંધારપટમાં.. ભરૂચ નગરપાલિકાના પાપે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાના ૬ કરોડ ૪૭ હજાર રૂપિયાનું બિલ બાકી પડતા કનેક્શનનો કાપી નાખ્યા છે જેના કારણે ૮૦ મીટરને જોડતા કનેક્શન નો તેમજ ભરુદ નગરપાલિકાની હદની ત્રણ હજારથી વધુ સ્ટ્રીટ લાઈટો ના કનેક્શનનો કપાઈ જતા અંધારપટ છવાયો છે ત્યારે ભરૂચ નગરપાલિકાના પાપે આજે આખું ભરૂચ અંધારપાટમાં ફેરવાઈ જàª
ભરૂચમાં નગરપાલિકાના પાપે છવાયો અંધારપટ
મારુ ભરૂચ વિકાસશીલ ભરૂચ મારું ભરૂચ અંધારપટમાં.. ભરૂચ નગરપાલિકાના પાપે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાના ૬ કરોડ ૪૭ હજાર રૂપિયાનું બિલ બાકી પડતા કનેક્શનનો કાપી નાખ્યા છે જેના કારણે ૮૦ મીટરને જોડતા કનેક્શન નો તેમજ ભરુદ નગરપાલિકાની હદની ત્રણ હજારથી વધુ સ્ટ્રીટ લાઈટો ના કનેક્શનનો કપાઈ જતા અંધારપટ છવાયો છે ત્યારે ભરૂચ નગરપાલિકાના પાપે આજે આખું ભરૂચ અંધારપાટમાં ફેરવાઈ જવાના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે ભરૂચવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે
ભરૂચવાસીઓ વિવિધ વેરા ભરપાઈ કરતા હોય છે
ભરૂચ નગરપાલિકામાં લાઈટ વેરો કે કોઈપણ વેરો લેટ ભરપાઈ કરી હોય તો તેની પેનલ્ટી લગાવતી હોય છે અને પેનલ્ટી વસૂલથી પણ હોય છે પરંતુ હાલ ભરૂચ નગરપાલિકાની જ ગંભીર લાપરવાહી કહો કે પછી લબાર વહીવટ કારણકે ભરૂચવાસીઓ વિવિધ વેરા ભરપાઈ કરતા હોય છે લાઈટ વેરો પણ ભરવામાં આવતો હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકાના પાપે આજે આખું ભરૂચ અંધારપટમાં છવાયું છે ભરૂચ નગરપાલિકાનું ૬ કરોડ ૪૭ લાખનું લાઈટ બિલ બાકી પડતા વીજ કંપની દ્વારા ભરૂચ નગરપાલિકાના વિજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે જેના કારણે ગઈકાલથી જ ભરૂચ શહેર અંધારપાટમાં ફેરવાઈ ગયું છે ભરૂચમાં અંધારપટના કારણે વેપાર ધંધા કરી રહેલા વેપારીઓને પણ તેઓનો વ્યવસાય સુરક્ષિત ન હોય અને અંધારપટના કારણે ચોરી થવાનો ભય ઊભો થયો છે સાથે જ અંધારપાટમાં કોઈ અઘટીત ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે ત્યારે ભરૂચ નગરપાલિકાના પાપે આજે શહેરી જનોએ અંધારપાટમાં રહેવાનો વારો આવ્યો છે
બિલની ભરપાઈ કરવા છતાંય અંધારપાટમાં રહેવાનો વારો આવ્યો છે
ભરૂચવાસીઓને જ્યારે પણ મિલકત વેળો કે પછી પાણી વેળો સફાઈ વેરો માટે નોટિસ આપવામાં આવે છે તેમાં લાઈટ બિલ નો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને લાઈટ બિલ પણ વસૂલવામાં આવે છે ભરૂચ નગરપાલિકાના પાપે આજે ભરૂચવાસી હોય તો નગરપાલિકાને લાઈટ વેરો ચૂકવ્યો પરંતુ નગરપાલિકાની લાપરવાહી અને નગરપાલિકાએ લાઈટ બિલન ભરતા આજે ભરુચવાસીઓને લાઈટ બિલની ભરપાઈ કરવા છતાંય અંધારપાટમાં રહેવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે હવે પેનલ્ટી કરવી તો કોને કરવી જો આ ભૂલ ભરૂચવાસીઓથી થઈ હોત તો ભરૂચવાસીઓ પાસેથી પેનલ્ટી સાથે વસૂલાત કરવામાં આવતી હોત અને હાલમાં પણ પેનલ્ટી સાથે વેળો વસૂલવામાં આવે છે ત્યારે ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ કે પછી લાઇટ કમિટીના ચેરમેન સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવાની જરૂર છે
અમે લાઈટ વેરો ચૂકવ્યો પાલિકાએ ન ચૂકવ્યો એમાં અમારી શું ભૂલ સોસાયટીના પ્રમુખ
ભરૂચ નગરપાલિકા જ્યારે પણ લાઈટ વેરો કે મિલકત વેરો માટે નોટિસ આપે છે તેમાં લાઈટ મેળો વસૂલવામાં આવે છે અને શહેરીજનોએ લાઈટ વેળો ચૂકવ્યો પણ છે પરંતુ ભરૂચ નગરપાલિકાએ પોતાની લાપરવાહી દાખવી લાઈટ વેરો ન ચૂકવ્યો જેના કારણે લાઈટ બિલ ન ભર્યું હોવાના કારણે આજે જેણે લાઈટ વેળો ચૂકવ્યો છે તેમને પણ અંધારપટનો સામનો કરવો પડે છે ત્યારે ભરૂચ નગરપાલિકાની લાપરવાહી સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.